સવિતા નવ વર્ષ તણો ઊગતો
Jan 04
ગીત Comments Off on સવિતા નવ વર્ષ તણો ઊગતો
[wonderplugin_audio id=”9″]
Click the link below to download : Savita Nav Varsh Tano.mp3
સવિતા નવ વર્ષ તણો ઊગતો , પ્રભુ મંગલ પૂણ્ય પ્રભા ભરતો,
નવું જુનું ક્રમે વરસો ગણતો, પ્રભુ કાલ પ્રવાહ વહે હંસતો
નવવર્ષ પ્રભો નવડક તણું, રમણીય નવાડકન સામ્ય સ્મરું
પ્રભુ સ્નેહ સુવર્ધક વર્ષ નવું , નવવર્ષ પ્રભુ અવિકારી ચહું
ઊપકારી બનું ગત વર્ષ સ્મરી ,શું હું ગાન કરુ પ્ર્ભુશક્તિ નથી
ભર ચેતન જીવનમાં નવલું , કર આંતર દ્રષ્ટી વિકાસ વિભુ
ક્ષમતો પ્રભુ તું બળ દે ક્ષમવા , કરુણાનિધિ તું બલ દે સહેવા
પ્રભુ હો તુજ સ્નેહ અમિઝરણુ , વહતું વણમાંગ્યું અનંતગણું
અધિકાર વધાર વિલોકી શકું, પરભુ આંતરબાહ્ય અભિન્ન લડું
શું હું માંગી શકું પ્રભુ પામર છું, ઉચરું પરભુ આ અધૂરું મધુરું
– સાગર મહારાજ