નથી કોઈ નફરત
Aug 22
ગઝલ Comments Off on નથી કોઈ નફરત
[wonderplugin_audio id=”917″]

નથી કોઈ નફરત, મદિરાને પી લે,
ભરી છે મહોબત, મદિરાને પી લે.
જુના દોસ્ત જેવી મળે મસ્ત લિજ્જત,
થશે ત્યાં શરારત, મદિરાને પી લે.
મિજાજી ફિકર ને તરસ તો દીવાની,
છે તાતી જરૂરત, મદિરાને પી લે.
ન ગંગા, ન ઝમઝમ, ન મંદિર, ન મસ્જિદ,
થવાની ઈબાદત, મદિરાને પી લે.
ભરીને પિયાલી, કહો દર્દ ને કે,
દવા છે સલામત, મદિરા ને પી લે.
ગઝલ અવતરી મયકદામાં પરેશ તો,
કરી દે ઈનાયત, મદિરાને પી લે.
-ડો. પરેશ સોલંકી
સ્વરઃ ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ