તન-તંબુર એકરાગ બજે બસ
Aug 28
ગીત Comments Off on તન-તંબુર એકરાગ બજે બસ
[wonderplugin_audio id=”1336″]
તન-તંબુર એકરાગ બજે બસ
એક રંગ છલકાયો
લાલ, પીળા, પચરંગી માથે
શ્યામલ રંગ છવાયો…તન તંબુર
એક કામળી, એક બાંસુરી
હૃદયે એક જ નામ
તન મેવાડે, મન જઈ મ્હાલે
મોરપિંચ્છને ધામ
પ્રીત પારખી, પ્રિતમ સીધ્ધો
રંગમોલમાં ધાયો
લાલ, પીળા, પચરંગી માથે
શ્યામલ રંગ છવાયો…તન તંબુર
મરુભોમની મુઠ્ઠી ધૂલિ
ભઈ અસુંવનની ભાખા
વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી
જેની ઊંચી શાખા
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં
ચાહ્યો બહુ છતરાયો
લાલ, પીળા, પચરંગી માથે
શ્યામલ રંગ છવાયો.
– સંજુ વાળા
સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન :અનંત વ્યાસ