અમ ઘરે સખી ૨યામ પધાર્યા
કરવી શું મહેમાની રે…

વૈકુંઠના અધિપતી પધાર્યા
ઘડી અતિ રળિયામણી રે…

મોર ટહુકે, પપિહા બોલે ઝરમર વરસે નેહ રે
પરોઢિયે પ્રભુ ઊભા આંગણીયે, વરસે અનહદ નેહ રે..

રાગ દ્વેષ મદ મોહ લોભના દૂર કર્યા છે જાળા રે
અંતરના આસનીયે બેઠા પ્રભુ, અજવાળા અજવાળા રે…

માત થશોદા, રાધા, ગોકુળ હરિના સ્મરણે આવ્યા રે
માખણ મિસરી ભોગ ધર્યા ત્યાં નયણે નીર સમાયા રે…

વેણ તણા સુર નભમાં ગૂંજ્યા મળ્યો અનુપમ લ્હાવો રે
સખી સંગ હરિ રાસ રચાવે, સ્વરૂપ માંહી સમાવે રે.

-ડો નિભા હરિભકિત

સ્વરઃ નમ્રતા શોધન
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી

સૌજન્ય : સંજય રાઠોડ સુરત