[wonderplugin_audio id=”1343″]

 
આંખો   લડી  છે,
વીજળી  પડી છે.

દિલને.   સંભાળો
ફૂલની   દડી   છે.

તારી      ગલીમાં
દુનિયા   નડી  છે.

દઈ  દો   કમાડો,
આંધી. ચડી   છે.

જીવું કે  મરું  હું,
કોને  પડી   છે..!

મૃત્યુ,   જીવનની-
ખૂટતી   કડી   છે.

ગઝલો  સુણાવો,
ગીતો    સુણાવો,

ભજનો સુણાવો-
અંતિમ ઘડી   છે.

-અમર પાલનપુરી.

સ્વર: રિષભ મહેતા,ગાયત્રી મહેતા
સ્વરાકંન : રિષભ મહેતા
સંચાલન: તુષાર શુક્લ