હરિ આમ છેટા છેટા ન રહીએ,
કો’ક દી’ તો ભક્તોના થોડા થઈએ.

નયણાં દીધાં પણ દર્શન ન દીધાં,
ઊંચે રે ગગનને ખોરડે બેસી બેસણાં રે કીધાં,
સમજુને ઝાઝું શું કહીએ.

મનનું મંદિર મેં તો એવું રે સજાવ્યું,
આંસુનાં ફૂલડાંનું બિછાનું બિછાવ્યું;
તનનો તંબુરો ઘૂંટી ગાઉં રે.

હરિ આમ છેટા છેટા ન રહીએ …
કોક દી તો ભગતો ના થોડા થઇએ ….

-અવિનાશ વ્યાસ, બચુલાલ શ્રીમાળી

સ્વર: મિતાલી શીંગ
સંગીત: ગૌરાંગ વ્યાસ