શું રે કરવું રે રાણા, શું રે કરવું?
મોતીની માળા રાણાજી, કંઠે નથી ધરવી મારે.
તુલસીની માળા પહેરી ફરવું… શું રે કરવું?

હીરની સાડીઓ રાણાજી ,અંગે નથી ધરવી મારે,
ભગવી ચીંથરીઓ પહેરી ફરવું.. શું રે કરવું?
બાઈ મીરાં કહે પ્રભુ, ગીરીધર નાગર,
ગાઈ ગાઈને ભવ તરવું… શું રે કરવું ?

-મીરાંબાઈ

સ્વરઃ હેમા દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ