[wonderplugin_audio id=”1387″]

 

પાંદડી વાયરાને વળગી શું કામ
ડાળી પર ઝુલતી’તી
ડાળી પર ખુલતી’ તી
ડાળીથી અળગી શું કામ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી
પાંદડી શાને આ વાયરા પર મોહી’ તી
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?

ધિમ તના ધિરના તદિયાના
ધિમ તના ધિરના
તના ધિરના ધિરના તના
તદિયાના ધિરના

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી
પાંદડી પર વાસંતી અક્ષર નથી
આમ પાંદડી વાયદાથી સળગી શું કામ?
સળગી શું કામ?
વાયરો ને વળગી શું કામ?

-પન્ના નાયક

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન :અમિત ઠક્કર

સૌજન્ય : ગિરીશ પ્રકાશ