અલ્લક મલ્લક લાગણીઓની….
Jun 16
ગીત Comments Off on અલ્લક મલ્લક લાગણીઓની….
[wonderplugin_audio id=”25″]
Click the link below to download
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ
ઝાકળ જેવી માંગણીઓની ઝાલર વાગે રણઝણ
ઝાડ વચાળે પંખી બોલે છલ્લક છલ્લક
ટહુકોની ગઠડી ખોલે છલ્લક છલ્લક
શ્વાસ શ્વાસમાં લાગણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ
નભથી ઉતારે વાદળનું વરદાન ભીનું, તથાસ્તુ!
કાચી કાચી નીંદર માંગે સ્વપન ઉછીનું, તથાસ્તુ!
ખળખળ વહેતી ઝરણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ
પતંગિયાનું ટોળું થઈ ને અવસર ઉડતા આવે મબલખ
રંગબેરંગી સપનાઓની ફાટ ભરીને લાવે મબલખ
ભીતર લખલખ લાગણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ
-લાલજી કાનપરિયા
સ્વર : ઝરણા વ્યાસ, સ્વરકાર: દ઼ક્ષેશ ધૃવ