જ્વલંત છાયા

 
પડતી  નથી યુગોથી જે   એવી સવાર છું
આછો   થતો   નથી  જે કદી અંધકાર છું

કોની   મજાલ  છે  મને અડકી શકે જરા
પોતે  જ  જાત   માથે  થયો હું પ્રહાર છું

દેવાલયો  ગયો   છતાં  સમજાયું   છેવટે
મારો છે   વાસ   એમાં ને  હું  બહાર  છું

જે તું   કહે   બધું જ  ખરું. માનવું  નથી
માને   ભલેને લોક   બધા   કે   નકાર છું

તોફાન થાય તો જ જરા ડાળ  સળવળે
સૂકા   થયેલ   ઝાડ   જેવો  સૂનકાર  છું

-જ્વલંત છાયા

સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન :ડો ભરત પટેલ