[wonderplugin_audio id=”1444″]
 

હું થઇ  જઈશ પરાગ  જો ઝાકળ બનીશ તો
ધુમ્મસની   જાળમાં     ફસાઈ    જઈશ   તો..

કોઈ    મને    ઉઠાવી    જશે   તારા શહેરમાં
અધવચ્ચે   ઊંઘમાંથી    જાગી   જઈશ  તો..

તારા   વહાણ  આવવાનો  થઇ  જશે  સમય
ને  હું  જ  એકાએક  વમણ  થઇ જઈશ  તો..

હમણાં તો   અલવિદા કહી   છુટ્ટા પડી  જશું
રસ્તામાં   ક્યાંક  હું  તને  પાછો   મળીશ  તો..

-જવાહર બક્ષી

સ્વર: આલાપ દેસાઈ
સ્વરાંકન : આલાપ દેસાઈ