ભાર્ગવ ઠાકર
 

બધાં વળગણ, બધા  સગપણ, બધું મિથ્યા  છે, છોડી દે,
તું  કેળવ  આટલી  સમજણ – બધું  મિથ્યા છે, છોડી દે.

કરચલીઓ   ત્વચા   પરની   સહજતાથી  ઝીલી  લઈને,
કહે   છે   આટલું   દર્પણ – બધું    મિથ્યા છે,  છોડી  દે.

નથી   સંયમ,  નિખાલસતા, અલખનો રંગ પણ ક્યાં છે ?
તો ભગવા   કેમ છે પહેરણ ? બધું મિથ્યા છે,   છોડી દે.

હું     ઓજારો    લઈ      કંડારવા   બેસું   મહેચ્છાઓ,
મળે. ત્યાં   એટલી  ટાંચણ, બધું   મિથ્યા છે, છોડી   દે.

પરમને   પામવા   શરણું   જ   પૂરતું    છે     પ્રતીક્ષાનું,
વરસ, મહિના, દિવસ કે  ક્ષણ બધું મિથ્યા છે, છોડી  દે.

– ભાર્ગવ ઠાકર

સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન :ડો ભરત પટેલ