અંદર તો એવું અજવાળું
Jun 23
ગઝલ Comments Off on અંદર તો એવું અજવાળું
[wonderplugin_audio id=”40″]
Click the link below to download
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.!
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ ને તોય
લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને, અમે
ઝળહળતા શ્વાસ એમ ભરીએ !
પછી આરપાર ઊઘડતાં જાય બધાં દ્વાર,
નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ
ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ સ્હેજ વાગતી હશે ને,એવું
આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે……. તો એને
જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું… અજવાળું….
– માધવ રામાનુજ
સ્વર : શુભા જોષી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી