તને ગીત દઉં કે ગુલાબ ?

Comments Off on તને ગીત દઉં કે ગુલાબ ?

 


 

Click the link below to download

Tane Geet Dau Ke Gulab.mp3
 

તને ગીત દઉં કે ગુલાબ ?
દઈ દે ! આજે મને તું જવાબ

કંઠમાં ફસાયેલી લાગણીને સંભાળી ટહુકો બનાવીને આપું
ઊડુ ઊડું થાય છે જે આંખોમાં તેની પાંખો બનાવીને આપું
ઘૂટવું હો નામ તારે, કોરા એક પાનાં પર
આપી દઉં દિલની કિતાબ
દઈ દે ! આજે મને તું જવાબ

સદીઓ લાગી છે મને , હોઠ ઉપર લાવવામાં એવો પૂછું છું સવાલ,
મારા ખયાલ બાબત તારો ખયાલ શું છે , કહેવામાં થાય નહીં કાલ ,
આજે ને આજે મને ન્યાલ કર મીઠું હસી
કહે છે તું તો છે હાજરજવાબ
દઈ દે ! આજે મને તું જવાબ

– ડો રઈશ મનીઆર

સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુનશી

સ્વર : સૌમિલ મુનશી

માણસ અંતે ચાહવા જેવો

Comments Off on માણસ અંતે ચાહવા જેવો

 


 

Click the link below to download

Manas Ante Chava Jevo.mp3

 
ના, ના, નહીં ધિક્કારવા જેવો,
માણસ અંતે ચાહવા જેવો.
ખૂણા-ખાંચા હોય છતાંયે,
માણસ એ તો મન મૂકીને ગીત ગઝલમાં ગાવા જેવો,
માણસ અંતે ચાહવા જેવો .

હિમશીખાની શાતા જેવો, વડવાનલ કે લાવ જેવો ,
અવસર માતમ લ્હાવા જેવો,
અંત વિનાના પ્રશ્નો પૂછે, કેવો માણસ ? માણસ કેવો ?
માણસ તો માણસના જેવો,
જેવો તેવો હોય છતાંયે સાચા દિલની વાહ વાહ જેવો,
માણસ અંતે ચવા જેવો

– સુરેશ દલાલ

સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુનશી

સ્વર : સૌમિલ મુનશી

રમતાં રમતાં લડી પડે ભૈ

Comments Off on રમતાં રમતાં લડી પડે ભૈ


Click the link below to download

Ramta Ramta Ladi Pade Bhai Manas Chhe.mp3

 

રમતાં  રમતાં  લડી પડે ભૈ માણસ છે
હસતાં  હસતાં  રડી  પડે ભૈ માણસ છે

પહાડથી  યે  કઠ્ઠણ  મક્કમ  માણસ છે
દડદડ દડદડ દડી પડે,  ભૈ માણસ છે

ચંદર  ઉપર ચાલે ચપચપ માણસ છે
ને  બે  ડગલે  ખડી  પડે, ભૈ માણસ છે

સૂર્યવંશીનો  પ્રતાપ  એનો  માણસ છે
ભરબપ્પોરે  ઢળી  પડે,  ભૈ  માણસ છે

પૂજાવા ઝટ થયા પાળિયા માણસ છે
ટાણે  ખોટ્યું  પડી  પડે,  ભૈ માણસ છે

– જયંત પાઠક

સ્વર : શ્યામલ – સૌમિલ મુન્શી

@Amit Trivedi