દિલમા કોઇની યાદ ના

Comments Off on દિલમા કોઇની યાદ ના


આદિલ મન્સૂરી
 
 


 
 
click here to download : Dil Ma Koi Ni

 
 
દિલમા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

– આદિલ મન્સૂરી

સ્વર : સાધના સરગમ

હૃદય વિરાજે તુલસીમાલા

Comments Off on હૃદય વિરાજે તુલસીમાલા

 


સંજુ વાળા
 

કવિશ્રી સંજુ વાળા વિષે વધુ વાંચવા click કરો : સંજુ વાળા

 


 

Click the link below to download :

Hriday Viraje
 
 

હૃદય વિરાજે તુલસીમાલા
હાથ ગ્રહી રુમઝૂમ કરતાલા
હરિ વ્હાલા રે …. હરિજન વ્હાલા ….

ચૌદ ભુવન મંડળ ઘૂમરાતા સ્થિર મૂરત ચિરકાલા
મહારાસ માંડ્યો વ્રેમાંડે પ્રગટી હસ્ત મસાલા

તાલ ,ઠેક તાલી આવર્તન
ગાવત મેઘ વાજત જપમાલા
હરિ વ્હાલા રે …. હરિજન વ્હાલા ….

આર્દ ભાવ રસભીનું ભીતર મુખ શ્રીનામ સબૂરી
પદ, અર્વન, તૂરિયા ઘટ દર્શન મધ્યે નહીં કોઈ દૂરી
હરિ વ્હાલા રે …. હરિજન વ્હાલા ….

તુમ વહેતી કિરતન ધનધારા
તું જ પ્રેમ પદારથ હાલા
હરિ વ્હાલા રે …. હરિજન વ્હાલા ….

– સંજુ વાળા

સ્વર : પ્રીતિ ગજ્જર

સ્વરાંકન : ડો ભરત પટેલ

 
 
 

 
 
 

જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી

Comments Off on જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી

 


રમણલાલ વ દેસાઈ
 
 


 

Click the link below to download :

jao jya rat gujari

 

જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી ;
ભૂલી પડી મદભર તમ નૈયાં !
ચરણ ચલિત, તંબોલ અધર પર,
લાલ છૂપે નહીં છલબલ ચૈનાં !

હાર ચુમ્બિત હૈયું ક્યમ ઢાંકો ?
કંકણવેલી ક્યહાં ચિતરાવી ?
અંજન ડાઘથી ઓપે કપોલ !
બધી રજની ક્યમ ત્યાં ન વિતાવી !

– રમણલાલ વ દેસાઈ

સ્વર : કૌમુદી મુનશી

સ્વરાંકન : કૌમુદી મુનશી

 

 

… તો વરસોનાં વરસ લાગે

Comments Off on … તો વરસોનાં વરસ લાગે

 

મનોજ ખંડેરિયા
 

કવિશ્રી મનોજ ખંડેરિયા વિષે વધુ વાંચન કરવા click કરો : મનોજ ખંડેરિયા

કવિશ્રી મનોજ ખંડેરિયાની વધુ રચનાઓ માણવા click કરો : મનોજ ખંડેરિયા
 


 

Click the link below to download :

ક્ષણોને તોડવા બેસું તો

 

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ

આપણે ભરોસે આપણે હાલીએ

Comments Off on આપણે ભરોસે આપણે હાલીએ

 


પ્રહલાદ પારેખ
 

કવિશ્રી પ્રહલાદ પારેખ વિષે વધુ વાંચન કરવા click કરો : પ્રહલાદ પારેખ

 


 

click the link below to download :
 
આપણે ભરોસે આપણે

 

એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ મારા…

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ મારા…

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર;
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, હો ભેરુ મારા…

– પ્રહલાદ પારેખ

સ્વર : સુરેશ જોશી

 
 

 
 

 
 

 
 

@Amit Trivedi