દિવસ રાત થાતા આ જેના ઈશારે
Jan 12
ગઝલ Comments Off on દિવસ રાત થાતા આ જેના ઈશારે
દિવસ રાત થાતા આ જેના ઈશારે
ઘડીભર તને પણ એ ક્યાંથી વિસારે
સકળ બ્રહ્મ જેની અજાયબ અટારી
નઝર જયાં કરૂં હોઉ એના જ હારે
બધા દર્દની એક એવી દવા છે
અહોરાત રટવું પરમ નામ પ્યારે
જો શોધો તો ઓછી પડે જીંદગાની
જો ચાહો તો ખુદ આંગણે એ પધારે
કથાનક નથી સાવ કોરું કરમનું
અમે શબ્દ ઘટ્યા છે સાંજે સવારે
– દિલીપ જોશી
સ્વર : નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો ભરત પટેલ