તારાં સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં
Jun 05
ગઝલ Comments Off on તારાં સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં
તારાં સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં
શા માટે બાંધી રાખવા સગપણના પાંજરે ?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં
કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં
આ ખાલી ઘરમાં હોતું નથી કોઈ આજકાલ
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં
છું હું કોઈક માટેની સાષ્ટાંગ પ્રાર્થના ,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં ?
જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં
-રમેશ પારેખ
સ્વર : રવિન નાયક
સ્વરાંકન : રવિન નાયક