હું સળગતા રણની તરસ સનમ ! મને વ્હાલ કર, મને વ્હાલ કર.
બની પ્રેમની તું પરબ સનમ ! મને વ્હાલ કર, મને વ્હાલ કર.

મારા રોમેરોમમાં આગ છે. તારા શ્વાસે શ્વાસમાં બાગ છે.
મને ભેa, ચૂમી, વરસ સનમ ! મને વ્હાલ , મને વહાલ કર.

હું નશો છું તું જો શરાબ છે, છું સુગંધ જો તું ગુલાબ છે,
તું જીવન હું જીવ, સમજ સનમ ! મને વ્હાલ કર, મને વ્હાલ કર.

તૂટેલાં સ્વપ્નના ઢગ તળે, હજી કઈક ઇચ્છાઓ સળવળે,
તું રહેમની નાખ નજર સનમ ! મને વ્હાલ કર, મને વ્હાલ કર.

તને ઇન્તઝાર હતો કદી, તને મુજથી પ્યાર હતો કદી,
એ વીત્યા વખતની કસમ સનમ ! મને વ્હાલ કર, મને વ્હાલ કર.

તને ખ્યાલ છે મારા હાલનો. તું જવાબ સઘળા સવાલનો.
હવે મૂંઝવે બધા ગમ સનમ ! મને વ્હાલ કર, મને વ્હાલ કર.

તારી સો સજાઓ કબૂલ છે, તે દીધેલું મોત અમૂલ છે,
હું ફના થઉં, તું અમર સનમ ! મને વ્હાલ કર, મને વ્હાલ કર.

-જયસુખ પારેખ ” સુમન”

સ્વર : મુકુન્દ ભટ્ટ

સ્વરાંકન : નિરવ પારેખ