તારો વિયોગ

Comments Off on તારો વિયોગ

તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે
જયારે પવન સુગંધના ખેતરને ખેડશે

તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે
જયારે અજંપો ઓઢીને ઘર સૂઈ ગયું હશે

તારો વિયોગ ધૂમ્ર થઈ આંખ ચોળાશે
જયારે સૂરજ ન આવેલાં સ્વપ્નોને બાળશે

તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે
જયારે એ તારી શોધમાં ભટકીને થાકશે

તારો વિયોગ વીજળી થઈને પડી જશે
જયારે અજાણ્યાં વાદળો આપસમાં ભેટશે

-જવાહર બક્ષી

સ્વર : કૌમુદી મુનશી

ભલે ઊગયા ભાણ

Comments Off on ભલે ઊગયા ભાણ

ભલે ઊગયા ભાણ અંધારું ઓઢીને જુવો ધરણી છે પોઢી એમાં પ્રગટી ને પૂરો તમે પ્રાણ 
લખકોટી કિરણોની અંગૂલીએથી પ્રગટાવી કોડિયાંની વાટ…..

તારે પગલે પગલે પ્રગટે કુમકુમવરણું પ્રભાત….

હજરા હજૂર એક દેવ તું જગમાં છૂપેલાં જેનાં એંધાણ
તનમાં અંધારું મનમાં અંધારું, અંધારું ચારે કોર

તારા વિના કોઈને મારગ ન સૂઝે પોતેજ પોતાના ચોરદિલડે દિલડે દીવડો પ્રગટાવી સહુને સન્મતિ દ્યો ભગવાન……


-અવિનાશ વ્યાસ

સ્વર : સુમન કલ્યાણપુર

@Amit Trivedi