Dr Bharat Patel

થોડો ભરુસો તુંને હોય મારા વાલમા
તે ઝાલી લે આજ મારો હાથ
આ મોસમ આવી મધુમાસની હો વાલમા
દે અમ્મર ચોઘડિયે સંગાથ

મોસમ તો ફાગણની ફૂક રે ગોરાંદે
ને મોસમ તો કોયલની કૂક
વાયરો વસંતનો કુંજ કુંજ ઘૂમંતાં
પાગલ થૈ આજ ઝૂકાઝૂક
એનો ભરુસો તુંને હોય તો ગોરાંદે
જરા ઝાલી લે આજ મારો હાથ
જો બ ન ની સ ડ સ ડ સે ડયું ફૂટે રે
એવો મ્હેકભર્યો મીઠો સંગાથ

મોસમ તો રંગની રેલી મારા વ્હાલમા
ને મોસમ તો સૂરની હેલી.
નેણમાં રમે છે આજ અણદીઠી ચાહના
ને અંતરિયે થાઉં ઘેલી-ઘેલી
એનો ભરુસો થોડો હોય મારા વ્હાલમા
તો ઝાલી લે આજ મારો હાથ
ભીતરમાં પોશ–પોશ પ્રીત્યું ફટે રે
એવો લ્હેરાતો લીલો સંગાથ

તારો ભરુસો મુંને ભારી ગારાંદે
લે ઝાલું હું આજ તારો હાથ
કોની માલ હવે રોકે મારા વાલમા
આપણો અનોખો સંગાથ !

-ભાસ્કર વોરા

સ્વર : નિધી ધોળકિયા અને નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન : ડો ભરત પટેલ