ભૂલો પડેલો હું તો પ્રવાસી
કોક બતાવો સાચી વાટ,
ચાલુ તોયે ધામ ના આવે
વેદના છે અપાર !
કોક બતાવો સાચી વાટ

ધ્રુવનો તારો આભમાં છૂપ્યો
ચારે દિશાએ અંધાર,
ઘોર નિરાશા વ્યાપેલ ઉરે
કાળ ઉઠે છે અવાજ !
કોક બતાવો સાચી વાટ

થાશે મારું શું ? થાશે મારું શું ?
ચિંતા ઉરે છે અગાધ,
ગામ જવાનુંં સુજતુ મને ના
કોણ બતાવે સાચી વાટ,
ચાલુ તોયે ધામ ના આવે
વેદના છે અપાર !
ભૂલો પડેલો હું તો પ્રવાસી…….

-ભૂપેન્દ્ર વકીલ

સ્વર : સત્યેન જગીવાલા
સ્વરાંકન : સુનીલ રેવર

સંગીત : સુનીલ રેવર

વાયોલીન – ઉ. હપુખાન
ગીટાર – રમેશ તેલંગ
તબલા – દુર્ગાપ્રસાદ મહારાણા
આલ્બમ : ઉરમાં ગુંજારવ