લાગી રામભજનની લગની રે.
રમણા થઈ ગઈ છે રગરગની, .

રામનામ છે શીતલ છાયા,
સુખશાંતિ છે. જગની :
પાપતાપને ભસમ કરે છે
રામધૂનની અગની – લાગી…..

રામનામથી પાવન બનતી
માટી પણ મારગની :
રામમિલનને કાજે હે મનવા !
જરૂર પડે નહિ વગની – લાગી….

-વેણીભાઈ પુરોહિત

સ્વરઃ નયન પંચોલી
સ્વરાંકન : અજીત મર્ચન્ટ