Click to Download

 

Peda Thayo Chhu dhudhva tane Sanam – Mansoor valera.mp3

 

પેદા   થયો   છું  ઢૂંઢવા  તુંને, સનમ!
ઉમ્મર   ગુજારી   ઢૂંઢતા તુંને  સનમ!

છે   દુશ્મનો  લાખો  ભુલા’વા    રાહને ,
દુશ્મન બનાવી યાર અંજાયો , સનમ!

ગફલત  મહીં   હું, જાલિમો કાબિલ  એ
જુદાઈ   યારોની  મઝા   એને, સનમ!

જે    રાહદારીમાં      અમોને     લૂંટતું ,
ઉમેદ  બર  આવો  નહીં  એની, સનમ!

તારી  મદદ  કોને હશે ,  માંલૂમ  નહીં
શું યારના દુશ્મન સહે યારી ?  સનમ!

પાંચે   નમાઝે    ઝૂકતાં   તારે    કદમ
આડા  ફરે  છે  બેખુદાઓ  એ,  સનમ!

છો  દમબદમ  ખંજર  રમે   તારું  દિલે ,
કાફર તણું  કાતિલ ખેચી   લે,  સનમ!

તું   માફ  કર, દિલદાર! દેવાદાર છે!
છે   માફ   દેવાદારને  મારા,  સનમ!

કાંઈ   નજરબક્ષી થવી  લાજિમ  તને,
ગુજરાનનો  ટુકડો  ઘટે  દેવો, સનમ!

પેદા  થઈને   નાં   ચૂમી  તારી  હિના,
પેદા  થયો  છું  મોતમાં  જાણે, સનમ!

શાને  કસે  છે  મુક્ત   આ  લાચારને?
દાવો  સુનાનો  છે અમારો ના, સનમ!

પથ્થર  બની  પેદા  થયો  છું  પ્હાડમાં ,
છું  ચાહનારો  એય  તુંથી   છું, સનમ!

– કલાપી

સ્વર : મન્સુર વાલેરા