ગગનોના ઘુમ્મટ બાંધ્યા

Comments Off on ગગનોના ઘુમ્મટ બાંધ્યા

 


 

Click the link below to download

Gagano Na Ghummat Bandhya.MP3

 

ગગનોના ઘુમ્મટ બાંધ્યા ,પાથરણે પૃથ્વી માંડી ,
શૂન્ય શિખરનાં સિંહાસને હો જી –
ઝળહળતી જ્યોતે બેઠા ! ટૂંકી છે નજરો મારી ;
તલસું હું જોવા ઉજાસને હો જી
સાયરના નીર રાજા ! ચરણો પખાળે તારાં ;
મેઘના અભિષેક માથે વરસે હો જી ;

ખોબામાં પાણી ધરી પામર હું ઉભો રાજા !
ચરણે એ પાણી કેમ સ્પર્શે હો જી
સૂરજ ને ચાંદા કેરા દીવા અખંડ જ્યોત ,
નવલખ તારાની દીપમાળ રે હો જી ,
ઘરના તે ગોખે હું તો દીવો પ્રગટાવી બેઠો,
આરતીનાં આળપંપાળ રે હો જી !

વનનાં વન ખીલ્યાં ફૂલ્યાં ચંદન મળિયાગરાં હો,
વિશ્વંભર અભરે ભરિયા હો જી
તુલસીને પાને હું તો રીઝવવા રાંક બેઠો !
રેલાવો રાજા રહેમ દરિયા હો જી
કણકણને કાંકરે ને પળપળને ચોકઠે
બાંધી મહેલાતો, નાથ! ન્યારી હો જી !

જુગજુગની જાતરામાં ઝાંખી ઝગમગતી થાવા
ઉઘાડી રાખો એક બારી હો જી
એક મુઠ્ઠીમાં રામ અમૃત ભરિયાંને
બીજીમાં કાળ કરાળ રે હો જી
બંને છે દોર તારા, ફાવે તે ફેંક વ્હાલા !
ચઢશું આ આખી ઘટમાળ રે હો જી

– રમણલાલ વ દેસાઈ

સ્વર : ઉદય મજુમદાર

મેરે પિયા …

Comments Off on મેરે પિયા …

 
Singer : Sadhna Sargam

 
Singer : Nidhi Dholakiya

 

Click the link below to download
 
Singer : Sadhna Sargam
Mera Piya Sundram.mp3

 
Singer : Nidhi Dholakiya
Mere Piya.mp3

 

મેરે પિયા મેં કછુ નહીં જાનૂં
મેં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન
તુમ બરસો જિમ મેહા સાવન
મેં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા, તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલપલ બ્યાહ રહી

– સુન્દરમૂ

સ્વર : સાધના સરગમ

ઝીણાં ઝીણાં રે …

Comments Off on ઝીણાં ઝીણાં રે …

 


 
Click the link below to download
 
Zina Zina Re Anke Thi Amne Chalia.mp3
 
ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા
કાયા લોટ થઇને ઊડી
માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂના જાળિયા…

સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ
કે અવસરિયા કેમ નથી આવતા
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણ નથી બાંધતા…

છાપરે ચડીને મારું જીવતર બોલે
તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો
કાયાની પૂણીમાંથી નીકળે જે તાર
ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો…

એકલી સળીને કોયલ માળો મા નીને
જીવતર જીવી ગઇ હવે થાય શું
ઇ રે માળામાં કોઇ ઈંડું ના મૂકજો
મૂકશો તો હાલરડાં ગાઇશું….

– અનિલ જોશી

સ્વર : વિભા દેસાઈ અને કૌમુદીની મુન્શી

કલરવોનાં ઘર …

Comments Off on કલરવોનાં ઘર …

 

 
Click the link below to download

Kalravo Na Ghar Samu.mp3

 
કલરવોનાં ઘર સમું, કલબલતું આંગણ સાંભરે
સાવ લીલુંછમ હજી,  આજેય  બચપણ  સાંભરે

આયખા આડે જો ધુમ્મસ હોય, તો પણ સાંભરે
ક્યાંક બિંબાયો હતો, એ  મનનું  દર્પણ  સાંભરે

ગ્હેક પીધી ને, રમેરગથી, કસુંબ લ થઈ  ગયો
આયખે અનહદ ભર્યો, એ ટહૂકે સાજણ સાંભરે

કો’ક  દિ   એવું  બને, કે  આંખમાં  આંધી  ચઢે,
કો’ક   દિ એવું   બને, કે વાત  બે  ત્રણ  સાંભરે

– સુરેન ઠાકર ‘મેહુલ’

સ્વર : આશિત દેસાઈ

હું અને તું નામના કાંઠાને ….

Comments Off on હું અને તું નામના કાંઠાને ….

 


 

Click the link below to download

Hu ane Tu Nam Na Kantha.mp3

 

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું

રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું

– તુષાર શુક્લ

સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુન્શી

સ્વર : ભુપિન્દર સીંગ અને મિતાલી સીંગ

Older Entries Newer Entries

@Amit Trivedi