ચહેરા મઝાના  કેટલા રસ્તા ઉપર મળ્યા,
સાચું કહું  કે એ બધા રસ્તા ઉપર મળ્યા.

મારો પ્રવાસ મારી  રીતે  ના  થઈ  શક્યો,
કૈં  કેટલાયે  કાફલા   રસ્તા  ઉપર  મળ્યા.

બે  ચાર  વાત દિલની કદી ના  થઈ  શકી,
લાગે છે એમ, એ સદા રસ્તા ઉપર મળ્યા.

રસ્તો હવે ન સૂઝે, ન આગળ વધે ચરણ,
આ તે કહો તમે ક્યા રસ્તા ઉપર  મળ્યા ?

એથી તો મારો રાહ સરળ થઈ ગયો  બધે,
રસ્તા મને  ઘણાબધા  રસ્તા  ઉપર મળ્યા.

 

-હરીન્દ્ર દવે

 

સ્વર : સોલી કાપડિયા અને જયદીપ સ્વાદિયા

 

સૌજન્ય : રંજનાબેન ખખ્ખર