શબદની કેદ કે કાગળ તને માફક નહીં આવે;
પવનને બાંધતી સાંકળ તને માફક નહીં આવે.

છે તારો જીવ ઘટનામાં, સમાચારો ને અફવામાં,
નદી, પર્વત અને ઝાકળ તને માફક નહીં આવે.

સરળ રસ્તે જનારા તું સફળતાનો જ પૂજક છો,
વિકટ સંજોગની અટકળ તને માફક  
 

શબદની કેદ કે કાગળ તને માફક નહીં આવે;
પવનને બાંધતી સાંકળ તને માફક નહીં આવે.

છે તારો જીવ ઘટનામાં, સમાચારો ને અફવામાં,
નદી, પર્વત અને ઝાકળ તને માફક નહીં આવે.

સરળ રસ્તે જનારા તું સફળતાનો જ પૂજક છો,
વિકટ સંજોગની અટકળ તને માફક નહીં આવે.

બધી સંવેદનાની હદ થતી પૂરી અહીં મનમાં,
અહીંથી એક ડગ આગળ તને માફક નહીં આવે.

વમળ ને પૂર થાવા તેં વિતાવી જિંદગી અશરફ!
મરણનું શાંત ઊંડું જળ તને માફક નહીં આવે.

 
-અશરફ ડબાવાલા