સાંજ પડી ઘર આવો બાલમ
પંથ ખડી ઘર આવો બાલામ

વાદળીઓ રમતી અલબેલી
આભ ચડી ઘર આવો બાલમ

નીડ ભણી વળતાં પંખી ની
પાંખ ચડી ઘર આવો બાલમ

ઠાકુર દ્વારે ઝાલર વાગે
શુભ ઘડી ઘર આવો બાલમ

નજરું ના તોરણ લટકાવી
દ્વાર ખડી ઘર આવો બાલમ

પાંપણ પર થી સાચા મોટી
જાય દડી ઘર આવો બાલમ.
 
-લાલજી કાનપરિયા
 
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: પાર્થિવ ગોહિલ