એક પછી એક પછી એક પછી પછી પછી…
મોજાં વટાવતાં, દીધેલા કોલ જેમ, આગળ ને આગળ ને આગળ

ચાલશું: ચલાવશું: થાકે જો પગલાં તો
ઘડીઘડી વળી વળી પડછાયા તાગશું
તોય નહીં ઢૂંકડો જો સંગીનો સાથ હશે –
આથમણે ઊભી અમે વણકાયા જાગશું
ઊડતી આ પાંપણના પલકારે તોય,તમે આગળ ને આગળ ને આગળ

મોકળી ને મોકળી તમનેયે ચાલ મળે
તેથી લીધો છે અમે લાંબેરો પંથ:
મનડું ભરાઈ આવેઃ મનડાની વાત છે
કોઈકોઈ વાર મારો કકળે આ કંઠ
કાંઠે ઊભેલ તમે જોશો કે માછલીઓ, આગળને આગળને આગળ
 
-જગદીશ જોષી
 
સ્વર : આશિત દેસાઈ અને હેમા દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ
 
સૌજન્ય : અમિત ન. ત્રિવેદી ( Ex Siemens )