કાયાની કટોરી મારી ….
Jul 04
ગીત Comments Off on કાયાની કટોરી મારી ….
[wonderplugin_audio id=”76″]
Click the link below to downlaod
કાયાની કટોરી મારી, અમૃત ભરેલી રામ, અમૃત ભરેલી
કિયે રે ડુંગરથી એની માટીયું ખોદિયું ને કિયે રે પાણીએ ઇ પલાળી?
કિયે રે પગથી એના કાદવ કચરાણા ને કિયે રે ચાકડે ઇ ઉતારી?
કિયે રે હાથે એના ઘાટ ઘડાયા ને કિયે ટીપણે ઇ ટીપાણી?
કિયે રે વાયુ એની આગિયું રે ડૂંકિયું ને કિયે રે નીંભાડે ઇ ઓરાણી?
કિયે રે સમંદરથી લીધાં અમરતનાં બિંદુડાને કેયી રે ઝારી ઇં સિંચાણી?
– બાદરાયણ