રમતાં રમતાં લડી પડે ભૈ
Jul 08
ગીત Comments Off on રમતાં રમતાં લડી પડે ભૈ
[wonderplugin_audio id=”82″]
Click the link below to download
Ramta Ramta Ladi Pade Bhai Manas Chhe.mp3
રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે
હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે
પહાડથી યે કઠ્ઠણ મક્કમ માણસ છે
દડદડ દડદડ દડી પડે, ભૈ માણસ છે
ચંદર ઉપર ચાલે ચપચપ માણસ છે
ને બે ડગલે ખડી પડે, ભૈ માણસ છે
સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે
ભરબપ્પોરે ઢળી પડે, ભૈ માણસ છે
પૂજાવા ઝટ થયા પાળિયા માણસ છે
ટાણે ખોટ્યું પડી પડે, ભૈ માણસ છે
– જયંત પાઠક
સ્વર : શ્યામલ – સૌમિલ મુન્શી