ગૌરાંગ ઠાકર
 
[wonderplugin_audio id=”99″]
 
Click the link below to download

Zad Pahela Chheday Chhe.mp3

 

ઝાડ    પહેલાં  મૂળથી  છેદાય  છે,
એ  પછીથી  બારણું  થઇ  જાય  છે.

આ  ગગનચુંબી   ઘરો  સર્જાય  છે,
આભ  તો  પંખીનું  ઓછું  થાય  છે.

એમને  તું   કેમ    છત્રી     મોકલે ?
જે  અહીંયા   જાણીને   ભીંજાય  છે.

સ્વપ્ન  જેવું  હોય  શું  એ  બાળને?
ડાળે   જેનું    ઘોડિયું     બંધાય   છે.

આજ  ઈચ્છાનાં  હરણ   હાંફો  નહીં,
ખૂબ  પાસે   જળ   સમું   દેખાય  છે

કોઈને  પથ્થર  હૃદય  કહેશો  નહીં,
આંસુ  પથ્થરનાં  ઝરણ કહેવાય છે.

એકલા  આવ્યા   જવાનાં   એકલા
પણ અહીં કયાં એકલા જીવાય છે ?

– ગૌરાંગ ઠાકર

સ્વરાંકન : ડો ભરત પટેલ

સ્વર : સોહેલ બલોચ