ડો અશરફ ડબાવાલા

 

 

Click the link below to download

Sarvaiya Ni Aisi Taisi.mp3

 

સરવૈયાની  ઐસી  તૈસી,  સરવાળાની  ઐસી   તૈસી,
જીવની સાથે જીવી  લીધું  ધબકારાની  ઐસી    તૈસી.

જીવનના અંતે ઈશ્વર કે   જન્નત   જેવું  હો  કે   ના  હો,
બસ સ્વયંવર  જીતી લીધો, વરમાળાની ઐસી  તૈસી.

શ્વાસોથી   ભીંજાઈ ચાલો  ડૂબીએ  ભીના    સપનામાં,
હોડી   લઈને   ભવસાગરમાં તરનારાની  ઐસી  તૈસી.

ઊંડે મનમાં ઉતરી   તારું રૂપ નિરખશું   બંધ આંખોથી,
પગદંડીઓ,  રસ્તાઓ   ને  અજવાળાની   ઐસી તૈસી.

– ડો અશરફ ડબાવાલા

સ્વર : ડો પાર્થ ઓઝા