આયનો પળવાર જો
Oct 31
ગઝલ Comments Off on આયનો પળવાર જો
હિતેન આનંદપરા
[wonderplugin_audio id=”184″]
Clik the link below to download :
aayno palvar jo same dhryo to shu thayu.mp3
આયનો પળવાર જો સામે ધર્યો તો શું થયું ?
એક ચહેરો આપણી પાછળ પડ્યો તો શું થયું ?
એકદમ તાજા ખીલેલા ફૂલને સ્પર્શે પવન
એ અદાથી જો તને થોડું અડ્યો તો શું થયું ?
થઇ ગઈ દીવાલ ઉભી જે જગાએ,ક ઈ ન’તું
એક રસ્તો મસ્તીમાં પડખું ફર્યો તો શું થયું ?
એ હંમેશા મારી બાબતમાં દખલબાજી કરે
એક દિવસ હું સહજ એને નડ્યો તો શું થયું ?
કો રહસ્ય ફિલ્મ જેવું આમ ગભરાવો નહીં
રાતનો સૂનકાર થોડો સળવળ્યો તો શું થયું ?
આપણે કંઈ રોશનીના કાયમી માલિક નથી
અન્યનો તારો જરા ઝળહળ્યો તો તો શું થયું ?
– હિતેન આનંદપરા
સ્વર : આલાપ દેસાઈ