ફક્ત દિલની….
Sep 26
ગઝલ Comments Off on ફક્ત દિલની….
[wonderplugin_audio id=”204″]
ફક્ત દિલની સફાઈ માગે છે,
પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે !
આંખની ઓળખાણ છે કાફી,
લાગણી ક્યાં ખરાઈ માગે છે !
એક માણસ મળે ખરા દિલનો,
મન પછી ક્યાં ખુદાઈ માગે છે !
નામ ભગવાન એ જ વ્યક્તિનું,
જે બધાની ભલાઈ માગે છે.
જોઈએ સુખ બધાંને પોતિકાં,
કોણ પીડા પરાઈ માગે છે !
–કિરીટ ગોસ્વામી
સ્વર : ઓસમાન મીર