હરિ જેમ રાખે તેમ અનુકુળ રહીએ

આણીગમ આભ મારાં ઉજળાં આણીગમ ગહીરા અંધાર
ઝૂલવું અંતરિયાળ ઝૂલણે મેલી મમતાનો ભાર
મોકળે અંતરે મોજ લહીએ

એકમેર બળબળતાં ઝાંઝવાં બીજે છળે નિર્મળ નીર
જલવું તરસ કેરાં તાપણે ઠરવું હરખને તીર
આભને આનંદ સંગ સહીએ

– રાજેન્દ્ર શાહ અને પિનાકિન ઠાકોર

સ્વરાંકન : ક્ષેમુ દિવેટિઆ

સ્વર: અમર ભટ્ટ