આવ્યાં આવ્યાં કાંઈ વિલાયતુંના વા’ણ જો
Jan 12
ગીત Comments Off on આવ્યાં આવ્યાં કાંઈ વિલાયતુંના વા’ણ જો
[wonderplugin_audio id=”225″]
આવ્યાં આવ્યાં કાંઈ વિલાયતુંના વા’ણ જો
પણ નો આવ્યાં નાહોલિયા તારા નાવડાં
ઊંચે ઊડે કૂવાના જેમ થંભ જો
એવાં રે ફફડે રે મારાં કાળજાં
ચૂંદડી ને નાળિયેર, ખારેક ને સિંદૂર જો
આ પૂનમે રે ચડાવશું, દરિયા દેવને
કંથડો મારો જાણે કોડીલો કા’ન જો
રાધા રે જૂએ છે એની વાટડી રે
આવ્યાં આવ્યાં કાંઈ વિલાયતુંના વા’ણ જો
પણ નો આવ્યાં નાહોલિયા તારા નાવડાં
સ્વરઃ હંસા દવે
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય