છુટે શ્વાસ પાછળ
Jun 04
ગઝલ Comments Off on છુટે શ્વાસ પાછળ
ડો.પરેશ સોલંકી
[wonderplugin_audio id=”275″]
છુટે શ્વાસ પાછળ ઈરાદા રહે છે,
ફક્ત આંસુઓના દિલાશા રહે છે.
વહી જાય જળ રેત પરથી સમયનું,
ને વેરાન ખાલી કિનારા રહે છે.
ઘણી વાર એવું બને પ્રેમમાં કે,
અઢી શબ્દ સાથે નિસાસા રહે છે.
લખે જાત બાળી ગઝલને છે શકય,
શબદમાં જખમના તિખારા રહે છે.
હથેળી ધરી હુંફ આપી શકયાનાં,
છબીમાં સ્વજન બસ બિચારા રહે છે
– ડો.પરેશ સોલંકી
સ્વર : રિયાઝ મીર
સ્વરાંકન : ડો ભરત પટેલ