ફકત દિલની સફાઈ માંગે છે
Jul 11
ગઝલ Comments Off on ફકત દિલની સફાઈ માંગે છે
ફકત દિલની સફાઈ માંગે છે
પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે.
આંખને ઓળખાણ છે કાફી
લાગણી ક્યાં ખરાઈ માંગે છે.
જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માંગે છે.
એક ઝાંખી જ એમની ઝંખે
દિલ બીજું ન કાંઈ માંગે છે.
– કિરીટ ગોસ્વામી
સ્વર : ઓસમાણ મીર