આ  કિનારે  એ  કિનારે  હું   જ  છું
ચોખૂણે   ને   દિશ  ચારે  હું  જ  છું

સ્નાન  કરવું  હોય  તો  તું  આવને
સ્વર્ગ  છે ઝમઝમની ધારે હું જ છું

ફૂલ  બનવાની  તમન્ના   હોય  તો
બીજ થઈને આવ ક્યારે હું જ  છું

મૌનના પડઘા ય સાંભળવા  પડે
ને   પછી   જો   ૐ  કારે હું જ  છું

ના   પ્રતિક્ષા  કે   ટકોરાની   જરૂર
સાવ  ખુલ્લા  છે  ને દ્વારે  હું જ છુ

– સુરેન્દ્રસિંહ જાડેજા