ના   કશી    ઈચ્છા   હવે  અવઢવ   હવે
જીવતર    પણ   લાગતું   અભિનવ  હવે

આપણે પહોચ્યાં  છીએ એવા સ્થાન પર
પાછા    વળવાનું    નથી    સંભવ  હવે

આગમન   કોનું   થયું   છે    શી   ખબર
આંગણુંયે    થાય     છે     રવરવ   હવે

એ   હ્ર્દયમાં   આવી    બેસી   જાય  છે
એમનો    થાતો    નથી    પગરવ  હવે

મારા   માટે   તો    એ    શબ્દાતીત  છે
તું   જ   કંઈ   એના   વિશે  વર્ણવ   હવે

એ   જ   છે   ‘નાદાન’   મુકતિનો  મરમ
શેષ   ના   રહેશે   કશું     ભવભવ   હવે

– દિનેશ ડોંગરે ‘નાદાન’