આવતા   અણસાર    જેવું    રાખજે
વાગતા   
 ભણકાર   જેવું     
રાખજે

   ઉદાસી   કાપશે   તારી     પ્રિયે
તું
  સ્મરણને   ધાર   જેવું    
રાખજે

સાવ  અમથા આમ લીટા ના દોર
કૈંક
  તો      આકાર    જેવું   રાખજે

ત્યાગ
   તો  તું  શસ્ત્ર તારાં ત્યાગજે
જીત   કરતાં   હાર     જેવું    રાખજે

પાણીમાં 
 તું   એમ  ના બેસી જતો
આમ  તો   ઉપચાર   જેવું    રાખજે

યાદ 
 કરશે   એ રીતે આખું  નગર
ચાલતી
   ચકચાર    જેવું   રાખજે

ફિલિપ કલાર્ક