સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ.

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

ખીલ્યાં કેસુ ખાખરે, એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ.

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

હોળી મહિનો હુલામણો, ઘેર નારી બાળે વેશ,
હું પૂછું નિર્દે નાવલા, તને કેમ ગમે પરદેશ?

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

રાતે વસમી ચાંદની ને દા’ડે વસમી લૂ,
વસમી વિરહની શારડી, મન વિચાર કરજે તું.

ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?