બત્તી કરુને
Aug 08
ગઝલ Comments Off on બત્તી કરુને
[wonderplugin_audio id=”473″]
ને બર્ફ જેમ ઓગળી શકાય પણ નહીં
મારામાં કોઈ થઈ ગયું છે આરપાર ગુમ
ઘ ર ભુલભુલામણી છે પુરાતન મહેલની
અંદર પ્રવેશ આપીને થઈ જાય દ્વાર ગુમ
બત્તી કરુને જેમ થતો અંધકાર ગુમ
ક્યાં એમ થઈ છે તમારો વિચાર ગુમ
પાદરનાં પથ્થરોને હજુ પણ પૂછ્યા કરું
કે ક્યાં થઈ ગયો છે એ ઘોડેસવાર ગુમ
દેખાય જો મને તો સલામત રહે નહીં
તેથી જ થઈ ગયો છે આ પરવરદિગાર ગુમ.
- અરવિંદ ભટ્ટ
સ્વર : ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ