આવું તે કોનું છળ?
Nov 10
ગીત Comments Off on આવું તે કોનું છળ?
[wonderplugin_audio id=”532″]
આવું તે કોનું છળ?
સાચૂકલી હોડીમાં બેસું ત્યાં આખેઆખી હોડી થઈ જાતી કાગળ!
આવું તે કોનું છળ?
સૂરજના રથના સારથિ થયા ને ત્યાં જ,
બંધ થયાં આભલાનાં દ્વાર;
પીપળાનું પાન એક ખરી પડ્યું, ને,
લાગે છે સૂરજનો ભાર!
દરિયાને ભૂલીને નદી કેમ દોડતીક આવે છે મારી પાછળ?
આવું તે કોનું છળ?
પાણી ખોદીને અમે વાવ્યો’તો સૂરજ
ને ઊગ્યાં છે ઘેઘૂર અંધારાં!
રાધાનાં આંસુની જેવાં અબોલા
મારા હોવાના બેય આ કિનારા!
કોરી આ આંખોની સામે જોઈને રોજ રોજ હસતાં કાં વાદળ?
આવું તે કોનું છળ?
છાલક વાગે ને તોય એવું લાગે કે
આ તો પાણીના છાંટા કે કાંટા?
અજગરની જેમ મને વીંટાતા જાય સખી
જીવલેણ વમળોના આંટા!
-હર્ષ બ્રહ્મભટ્ટ
સ્વર : સાધના સરગમ
સ્વરાંકન :ગૌરાંગ વ્યાસ