ભૂલે ચૂકે મળે તો મુલાકાત માંગશું
શણગારવા હૃદયને એક આઘાત માંગશું

દિલ ના વિચાર દિલમાં ઊઠ્યા અને શમી ગયા
અજવાળી રાત ગુજરી ગઈ કાળી રાતમાં

પ્રીતમની સાથે પહેલી મુલાકાતના સમયે
જેની સવાર ના પડે એ રાત માંગશું

શણગારવા હૃદયને એક આઘાત માંગશું
ભૂલે ચૂકે મળે તો મુલાકાત માંગશું

માન્યું કે જેને મળવું છે તેઓ નહીં મળે
હું થઈ ગયો નિરાશ કે આશા નહીં ફળે

પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું

-બદરી

સ્વર : મોહમ્મદ રફી
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

Sharing is caring!