કોરા રે આકાશ માનું પગલું પડયું
Apr 13
ગીત Comments Off on કોરા રે આકાશ માનું પગલું પડયું
[wonderplugin_audio id=”639″]
કોરા રે આકાશ માનું પગલું પડયું
ને કુંવારી સવારને કંકુ જડયું
કોર રે ક્ષિતિજની માંડી રે ઝળકવા
ને સૂરજનું કોડિયું માંડયું રે સળગવા
માના મંદિરિયાનું બારણું ઊઘડયું
ને કુંવારી સવારને કંકુ જડયું.
કુકુટ ને કેયલના કંઠે લલકારતો
સૂરજ મૈયાની આરતી ઉતારતો
ઉરના અજંપે તરસ્યું હૈયું રહયું
ને કુંવારી સવારને કંકુ જડયું.
-અવિનાશ વ્યાસ
સ્વર : આશા ભોંસલે
સ્વરાંકન : અવિનાશ વ્યાસ