પિંજરું તે પિંજરું
Apr 17
ગીત Comments Off on પિંજરું તે પિંજરું
[wonderplugin_audio id=”644″]
પિંજરું તે પિંજરું, પિંજરું તે પિંજરું
સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું
ભલે મોતીડે મઢેલ, ભલે રે હીરલે જડેલ
પિંજરું તે પિંજરું
તનડે બંધાણી, મનડે રૂંધાણી
પિંજરે પૂરાણી, વનની કોયલ રાણી
ડોલે વાયુ ને વાદળિયું વિના ટહૂકો ક્યાંથી કરું
પિંજરું તે પિંજરું
સોનાની રે લંકાનું સીતાને શું કામ રે
વસતો વનવગડે એનો મનગમતો રામ રે
નીર તો મહેરામણ કેરા, કુવાનું તો છીછરું
પિંજરું તે પિંજરું
સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું
ભલે મોતીડે મઢેલ, ભલે રે હીરલે જડેલ
પિંજરું તે પિંજરું
- અવિનાશ વ્યાસ
સ્વર : કલ્યાણી કોઠાલકાર