કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો
May 04
ગઝલ Comments Off on કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો
[wonderplugin_audio id=”671″]
કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો
એ જ ઈચ્છા છે હવે એ પણ ન હો
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો
ઝાંઝવાં થૈને હરણ દોડી ગયાં
ને હરણને દોડવાને રણ ન હો
આપમેળે બંધ દરવાજા થશે,
મોત માટે કોઈ પણ કારણ ન હો
-ચિનુ મોદી
રાગ ચંદ્રપ્રભાચંદ્રપ્ર
સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન – અમર ભટ્ટ