આજ મારા હૈયામાં ફાગણનો
May 08
ગીત Comments Off on આજ મારા હૈયામાં ફાગણનો
[wonderplugin_audio id=”678″]
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ;
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..
મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત;
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..
-સુરેશ દલાલ
સ્વર : કૌમુદી મુનશી
સ્વરાંકન: ક્ષેમુ દિવેટીઆ