[wonderplugin_audio id=”722″]

ધુમ્મસના  પહાડમાંથી  વહેતું   ઝરણ  તે  હું
પાષાણના   ગગનથી    ફૂટેલું  કિરણ   તે  હું

ઢાંકી   દો   એમાં શ્વાસની સૂક્કી ખજુરીઓ
વેરાન   પરની   ચાંદનીશુુ   આવરણ  તે   હું

ભણકાર  પામવાની  ના કોશિશ   કરો   હવે
ચાલ્યા  ગયેલા   દૂર   અટુલા ચરણ  તે   હું

ક્ષણમાં ખરી પડયા  આ ક્ષણો  કેરા  પાંદડા
જેને   નિહાળી   લીધું  સમયનું મરણ તે  હું

ખોબો ભરીને આપજો મૃગજળની અંજલી
જેમાં દટાયા  કંઈક હરણ એવું   રણ  તે  હું

-ભગવતીકુમાર શર્મા

સ્વર :નયનેશ જાની
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા